હાશ.. મેધરાજા રીઝ્યા તો ખરા | બનાસકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ નું ધમાકેદાર આગમન
હવામાન વિભાગ ની આગાહી મુજબ જીલ્લા ના વિવિધ સ્થળો પર મધ્યમ થી ભારે વરસાદ સૌથી વધુ અઢી ઇંચ દાંતા માં વરસાદ થવા પામ્યો
અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થી ખેડૂત જગતમાં ખુશાલી વ્યાપી, આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે દાંતા – દિયોદર – લાખણી – ધાનેરા માં જોરદાર વરસાદ નુ આગમન, બનાસકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મંગળવારે બપોર ના સમય માં વાતાવરણમાં અચાનક પલટો આવતાં જીલ્લા માં ધમાકેદાર વરસાદ નુ આગમન થતાં આમ પ્રજાજનો સહિત ધરતીપુત્રો ખુશાલી વ્યાપી જવા પામી છે
હવામાન વિભાગ દ્વારા મંગળવારે બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી તે મુજબ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળાં ડીબાંગ વાદળો છવાતા દાંતા માં અઢી ઇંચ દિયોદરમાં બે ઇંચ લાખણી અને ધાનેરા એક ઇંચ ઉપરાંત ડીસા પાલનપુર વડગામ કાંકરેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નુ આગમન થવા પામ્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા આમ પ્રજાજનો અને જગતના તાત માં વરસાદના આગમનને લઈને ખુશી છવાઈ છે. જોકે જિલ્લાના હજુ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે ત્યારે આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદના આગમનને લઈ જિલ્લા વાસીઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની સિસ્ટમો અનુકૂળ બનતા મધ્યમથી ભારે વરસાદ: બનાસકાંઠા જિલ્લામાં ઘણા લાંબા સમયથી આકાશમાં ઘનઘોર વાદળો વચ્ચે કાગડોળે વરસાદ ની રાહ જોવાઇ રહી હતી ત્યારે ઉત્તર ગુજરાત તરફ વરસાદની કેટલીક સિસ્ટમો સક્રિય થતા જિલ્લાના અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે આગામી સમયમાં પણ વરસાદનું પ્રમાણ યથાવત જળવાઈ રહે તેવી શક્યતા રહેલી છે.
દિવસ દરમિયાન ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ગરમી અને ઉકલાટ જોવા મળી રહ્યો હતો ત્યારે મંગળવારે પણ વહેલી સવારથી ભારે ઉકળાટ અને ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું હતું પરંતુ ત્યારબાદ ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા પ્રજાજનોમાં પણ રાહત અનુભવી છે.
બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ
તાલુકા – વરસાદ (મીમી માં)
દિયોદર – ૫૫ મીમી
દાંતા – ૬૮ મીમી
દાંતીવાડા – ૩ મીમી
વડગામ – ૯ મીમી
લાખણી – ૨૧ મીમી
ધાનેરા – ૧૯ મીમી
કાંકરેજ – ૨ મીમી