લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બનાસકાંઠા કોલેજોમાં યુવા મતદારોએ મતદાન જાગૃતિ અંગેના સંકલ્પ લીધા
બનાસકાંઠા જિલ્લામાં લોકસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૪ નો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા મતદારોમાં મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર પોતાની ભાગીદારી નોંધાવી શકે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે મતદાન જાગૃતિના કાર્યને ઝુંબેશ સ્વરૂપે યોજી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમજ દરેક તાલુકા શિક્ષણ અધિકારી, બી.આર.સી અને કોલેજ કેમ્પસ એમ્બેસેડર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓની વિવિધ કોલેજોમાં યુવા મતદારોને મતદાન જાગૃતિ અંગેના સંકલ્પ લેવડાવી મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.