ડીસાના આખોલ પાસેની ૭ દુકાનોના તાળા તૂટયા : પોલીસ તંત્રની ખુલ્લો પડકાર

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)વડાવલ, શિયાળાની ઠંડીને લઈ ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ગઈકાલે પાટણ હાઈવે પર છ દુકાનોમાં ચોરી થયા બાદ આજે આખોલ ચાર રસ્તા પાસે પણ તસ્કરોએ સાત દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો સીસીટીવીમાં દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસામાં ચૂંટણી પત્યા બાદ રાત્રે ઠંડીના ચમકારાને લઈ તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને રીતસર પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે ડીસા પાટણ હાઈવે પર છ દુકાનોમાં ચોરી કર્યા બાદ અજાણ્યા તસ્કરોએ આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી સાત દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો. જ્યારે શિવમણી એગ્રો મોલ, અમુલ પાર્લર સહિતની દુકાનોના શટર તોડી તસ્કરો માલ-સામાનની ચોરી કરી ગયા હતા.

વહેલી સવારે વેપારીઓને ચોરીની જાણ થતા જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરી હતી. ચોરી કરવા માટે આવેલા અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ દુકાનોના શટરના તાળા તોડતા દેખાયા હતા. જેમાં ત્રણ બુકાનીધારી શખ્સો ચોરી કરી ગયા હતા. જેથી ડીસા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીછે કે, છેલ્લા બે દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને નિશાન બનાવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

શિયાળાની ઋતુને લઈ પોલીસ બંદોબસ્ત વધારવો જોઈએ : દુકાનદારો આ અંગે કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે શિયાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ચોરી કરતા તત્વો પણ સક્રિય બન્યા છે. જેને લઇ પોલીસ વિભાગ દ્વારા ઠેરઠેર પોલીસ બંદોબસ્ત પણ વધારવો જોઈએ અને લોકોની માલમતા સુરક્ષિત રહે માટે તેની તકેદારી પણ રાખવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.