લોકડાઉન : ગુજરાતથી રાજસ્થાન વતન વાપસીથી અમીરગઢ બોર્ડર પર ચક્કાજામના દ્રશ્યો
રખેવાળ, પાલનપુર
પાલનપુર. ગૃહ મંત્રાલયે શુક્રવારે સાંજે વધુ ૨ અઠવાડિયા માટે દેશભરમાં લોકડાઉન લંબાવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે પરપ્રાંતિયોને વતન જવાની મંજૂરી આપતા મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વાહનોમાં વતન વાપસી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન જવા માટે મોટી સંખ્યામાં સતત બીજા દિવસે વાહનોની કતાર લાગી હતી. જે વાહન મળ્યા તેમાં પરપ્રાંતિય રાજસ્થાન ભળી જઈ રહ્યા હતા જેના પગલે ટ્રાફિકજામ થયો હતો. કાર, મિનિ ટ્રક, કન્ટેઈનર, જે પણ વાહનો મળ્યા તેમાં લોકો રાજસ્થાન તરફ વાટ પકડી હતી. મોટાભાગના ગુજરાત પાસિંગના વાહનો રાજસ્થાન જતા જોવા મળ્યા હતા.
કોગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ એક નિવેદન જારી કરીને લોકડાઉનમાં વતનથી દૂર ફસાયેલા નાગરિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં વતન જવા માટે એસટી બસ ટ્રેનોની વ્યવસ્થા કરવા માટડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અપીલ કરી હતી.