પાલનપુરના ચંડીસર નજીક રસ્તા મામલે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખે પાલનપુર તાલુકાના ભાજપ સંગઠનની મળી રજૂઆત મુજબ વર્તમાન ધારાસભ્યના વ્યક્તિગત અને તેમના સંબંધના વ્યક્તિગત હિતને ધ્યાનમાં લઇ ચંડીસર નેશનલ હાઇવેથી ગુરુકૃપા હોટલ પાસેથી કોટડા રોડ, 2 ચંડીસર જીઆઇડીસીથી વાયા મોટા રસાણા જોડતો રસ્તો અને 3 વાસણાથી મડાણા ચંડીસર રોડને જોડતો રોડ મંજૂર કરવા આવ્યા હતા.

આ ફાળવેલ રસ્તાઓ પર કોઈ જ પ્રકારની અવરજવર પણ નથી તેથી આ રોડ નંબર તાત્કાલિક રદ કરવા માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખે પત્ર લખી રજૂઆત કરી હતી. જેના વિરોધમાં પાલનપુરના ચંડીસર, મળવાપરા, કોટડા અને ભાખરને જોડતો માર્ગનો જોગ નંબર આવ્યા બાદ રોડ કેન્સલ કરવા જિલ્લા પ્રમુખ રજૂઆતના આક્ષેપોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોએ રોડ નહીં તો વોટ નહીં સહિતના બેનરો સાથે મારી બાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.