ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો : અમીરગઢ પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે અમીરગઢ પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. અમીરગઢ પોલીસ સ્ટાફના માણસોએ અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો છે.ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ અમીરગઢ ચેકપોસ્ટ અને અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ જવાનો અવારનવાર કાર્યવાહીને અંજામ આપતા હોય છે.

જ્યારે અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા ટ્રક નંબર RJ 14 GE 3985 માં વગર પાસ પરમીટ ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ 850 કુલ બોટલ નંગ 10,200 કિંમત રૂપિયા 65,50,800 રૂપિયાનો દારૂના જથ્થો ની સાથે ટ્રકની કિંમત 18 લાખ જ્યારે એક નંગ મોબાઈલ જેની કિંમત 5000 મળી કુલ 80,55,800 રૂપિયાનો મુદ્દામાલ સહિત એક આરોપીઓની અટકાયત કરી અમીરગઢ પોલીસે કાર્યવાહી કરી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો છે. જ્યારે ફરી એકવાર અમીરગઢ પોલીસ જવાનોએ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવી કાર્યવાહીની અંજામ આપી ગુનાહિત પ્રવૃત્તિ સામે લાલા આંખ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.