થરાદ પોલીસે ઉભી કરેલી આડાશ તોડી ભાગેલી કારમાંથી દારૂ મળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના રાણેશરીથી પોલીસે ઉભી કરેલી આડાશ તોડીને ભાગેલા બે કાર ચાલકોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી 1368 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 11.49 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસની ટીમે રાણેશરી નજીક વોચ ગોઠવી હતી. જ્યાં કાર નં. જીજે 08 સીએસ 5529ને ઉભી રખાવા ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે આડશ તોડી કાર ભગાવી મુકી હતી. જેનો પીછો કરી ઝડપી લીધો હતો. કારમાં 36 પેટીમાં રહેલો 1368 બોટલ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 1,44,120 તથા 10 લાખની કાર અને એક મોબાઇલ 5,000 મળી કુલ 11,49,120 નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઓમપ્રકાશ ક્રિષ્નારામ વિશ્નોઇ (ઉં.વ 32) (રહે.બાસલા, પો.ભેરૂડી, તા. સેડવા, જી.બાડમેર ) અને દેવેન્દ્ર ભેરારામ જાટ (રહે.જાખડોની ઢાણી,ભીમથલ તા.ધોરીમન્ના જી. બાડમેર)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.