થરાદના ખોડાગામ પાસેથી અલગ-અલગ કારમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પોલીસને બાતમી મળી હતી કે થરાદના સવપુરા તરફથી એક શંકાસ્પદ સફેદ કલરની મહિન્દ્રા ગાડી રામપુરા તરફ આવી રહી છે અને રાજસ્થાનથી આવતા કાચા રસ્તા પર એક સિફ્ટ કાર પણ શંકાસ્પદ લાગી રહી છે. દરમિયાન પોલીસે અલગ-અલગ ટીમથી બન્નેં જગ્યાએ વોચ કરતા આ બન્નેં ગાડીઓમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવાનો હતો.

પોલીસે રામપુરા સવપુરા રોડ પર વોચ ગોઠવી દરમિયાન સામેથી સફેદ રંગની મહિન્દ્રા ગાડી આવી હતી.પોલીસે હાથનો ઈશારો કરી ગાડી ઉભી રાખવી હતી. આ ગાડીમાં બે ઈસમો હતા. પોલીસે ગાડીની તપાસ લેતાં પાછળના ભાગે ખાખી કલરના પુંઠાની પેટીઓમાં દારૂ મળી આવ્યો હતો. આ ગાડીમાંથી 4 લાખ ગણી રૂ.5,07,136નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરમિયાન ખોડા પાસે પણ એક સિફ્ટ કારમાંથી રૂ.10,599ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે. સિફ્ટ મારુતિ કાર દર્શન હોટલ સામેથી આવતા રાજસ્થાનના કાચા રસ્તા પરથી ગુજરાતમાં ઘૂસી રહી હતી. તે ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂ રાખેલો હતો. આ ગાડીનો ચાલક નામ રામજીવન હનુમાનરામ વિશ્વનોઇ ગામ, ભુરીયા, સેડવા બાડમેર જણાવ્યું હતું. પોલીસે ગાડી સહિત રૂ.31,099નો મુદ્દામાલ કબજે કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.