થરાદ વિસ્તારમાંથી સ્કોર્પિયો જીપમાંથી દારૂ ઝડપાયો : ૪ શખ્સ સામે ગુનો દાખલ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના એલસીબી પોલીસ કર્મચારીઓ ભુરાજી,અમરસિંહ તથા દશરથભાઈ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ વખતે તેઓને રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં આવતો હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી તેમણે થરાદ તાલુકાના
રામપુરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. આ વખતે આવેલી નંબરપ્લેટ વગરની જીપમાંથી ભારતીય બનાવટ-ના વિદેશી દારૂની ૩૯૮૪ બોટલો કુલ કિંમત રૂા. ૪,૨૩,૯૬૦ મળી આવી હતી.પોલીસે ૫ લાખની જીપ અને ૫ હજારનો મોબાઈલ મળીને ૯,૨૮,૬૯૦ના કુલ મુદ્દામાલ સાથે દિલીપકુમાર હરિરામભાઈ નાઈ રહે.ઢીમા તા.વાવ જિ.બનાસકાંઠાની અટકાયત કરી હતી. તથા ગોપાલ ઉર્ફે ગોપીયો પુનમારામ બિશ્નોઈ રહે.સરવાણા તા.સાંચોર જિ.જાલોર(રાજસ્થાન) તથા વિકસા રાજપુત દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા નરેશ ચૌધરી રહે. ચલાદર તા.ભાભર જિ.બનાસકાંઠા દારૂનો જથ્થો મંગાવી આપવા બદલ એકબીજાની મદદગારી કરી ગુનો કરવા બદલ ચારેય ઈસમો વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.