રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ રૂ. 450માં ગેસ સિલિન્ડર આપવાની માગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનમાં ભાજપની સરકાર આવતા જ 450 રૂપિયે ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ રૂ.450માં ગેસ સિલિન્ડરની માગ સાથે આજે ડીસામાં આમ આદમી પાર્ટીએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ભાજપ રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને રૂ.1,000 આપી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીના મેની પોસ્ટમાં ભાજપે જે રીતે 450 રૂપિયે ગેસ સિલિન્ડર અને ₹1,000 મહિલા સન્માન નિધિ આપવાની જાહેરાત કરી હતી અને રાજસ્થાનમાં ભાજપની સરકાર આવતા જ સરકારે 450 રૂપિયા સિલિન્ડર આપવાનું શરૂ કર્યું છે. ત્યારે ડીસામાં આજે આમ આદમીના પાર્ટીના કાર્યકરોએ ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ 450 રૂપીયે સિલિન્ડર આપવાની માંગ સાથે દેખાવો કર્યા હતા.


આ અંગે ડીસાના નગરસેવક અને આદમી પાર્ટીના આગેવાન વિજયભાઈ દવેએ જણાવ્યું હતું કે, જ્યારે આમ આદમી પાર્ટી 200 યુનિટ સુધી વીજળી ફ્રી આપવાની વાત કરે, સસ્તો ગેસ સિલિન્ડર આપવાની વાત કરે તો ભાજપ તેને રેવડી ગણાવે છે. પરંતુ હવે જ્યારે રાજસ્થાન સરકારે 450 રૂપે ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં કેમ નહીં. ભાજપ કેમ બેવડી નીતિ અપનાવે છે. ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે અને દર વખતે ગુજરાતની જનતા ખોબલે ને ખોબલે મત આપી ભાજપને જીતાડે છે. ત્યારે ગુજરાતના લોકોને પણ લાભ મળવો જોઈએ અને 450 સિલિન્ડર મળવો જોઈએ અને મહિલાઓને પણ ₹1,000 સન્માન નિધિ તરીકે મળવા જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.