બનાસકાંઠામાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડતા ખેતરમાં પાણી ભરાયા હતા. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ છે. જેમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ સુઈગામમાં 130 મિમી, વડગામમાં 82 મિમી, દાંતીવાડામાં 72 મિમી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની અગાહી કરવામાં આવેલી છે. જેને લઇ ચાર દિવસથી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જોકે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના તાલુકા પ્રમાણે સરેરાશ આંકડા જોઈએ તો દાંતામાં 50 મિમી, દિયોદરમાં 19 મિમી, પાલનપુરમાં 52 મિમી, લાખણીમાં 02 મિમી, થરાદમાં 03 મિમી, વાવમાં 06 મિમી, ધાનેરામાં 14 મિમી, દાંતીવાડામાં 72 મિમી, અમીરગઢમાં 39 મિમી, વડગામમાં 82 મિમી, ડીસામાં 48 મિમી, ભાભરમાં 28 મિમી, સુઈગામમાં 130 મિમી, કાંકરેજમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.