બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબોળી આવકનો માધ્યમ બની : ભાભર માર્કેટયાર્ડ લીંબોળીઓનું હબ બન્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે લીંબોળીનો વ્યાપાર જીવાદોરી સમાન બન્યો: બનાસકાંઠા જિલ્લાના ભાભર, સૂઇગામ, વાવ અને રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. આ સાથે લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું ભાભર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોળીથી ઉભરાતું હોય છે.અહીં રોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે. છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે.

લીમડા પરથી અને ખેતરમાં ઉભેલા લીમડા પરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરે છે. અને ભાભર માર્કેટમાં મહિલાઓ તેમજ યુવાનો સિઝનમાં લીંબોળીને વેચે છે. અને તેમાંથી ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની આવક થાય છે. જેથી ૪ મહિનાનો ખર્ચ આ લીંબોળીની આવકથી નીકળી જાય છે.આ વર્ષે લીંબોળીના સારા ભાવ હોવાથી માર્કેટ યાર્ડમાં લીંબોળી વેચવા આવતા લોકો પણ ખુબ જ ખુશ છે. તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોળીમાંથી આવક મેળવવા જણાવી રહ્યા છે. ભાભર માર્કેટ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે,ભાભર માર્કેટ યાર્ડ લીંબોળીનું હબ ગણાય છે. વરસાદની સીઝન શરૂ થતા જ આ માર્કેટયાર્ડમાં લીંબોળીની આવક શરૂ થઈ જાય છે. જેમાં ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી માર્કેટ યાર્ડમાં વેચવા આવતા હોય છે. દર વર્ષે જૂન અને જુલાઈમાં ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થાય છે.

ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં રોજની ૧ હજાર બોરી જેટલી આવક થાય છે. તેમજ ૩૫૦ થી ૪૦૦ રૂપિયાના પ્રતિ ૨૦ કિલોના ભાવ નોંધાય છે. તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. નાના ખેડૂત અને ગરીબ લોકોને આ લીંબોળીમાંથી આવક થાય છે.આ ભાભર માર્કેટ યાર્ડની લીંબોળી ભારતના અનેક રાજ્યમાં જેમકે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને સાઉથ વિસ્તારમાં જાય છે.

લીંબોળીનો ઉપયોગ અલગ- અલગ કંપનીઓ દ્વારા ખાતર અને બ્યુટી પ્રોડક્ટમાં બનાવવા માટે થાય છે.જેથી દિવસેને દિવસે લીંબોળીની માંગ ખૂબ જ વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લીંબોળીના ભાવ જળવાઈ રહ્યા છે.પરંતુ અત્યારે શરૂઆતમાં દરરોજની ૧૦૦૦ બોરીની આવક નોંધાઈ રહી છે.પરંતુ ધીમે ધીમે આવક વધવાની શક્યતો છે.જેથી દરરોજની ૧૦,૦૦૦ બોરીની આવક નોંધાઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.