થરાદમાં વિવિધ સમાજના આગેવાનોએ સંપૂર્ણ દારૂબંધી માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે મળીને થરાદ પંથકમાં સંપૂર્ણ દારૂબંધીની અમલવારી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો હાજર રહ્યા હતા અને આ મામલે રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરએ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉધડા લીધા હતા. ગેનીબેને બે દિવસ અગાઉ એક પત્ર દ્વારા જુદા-જુદા સમાજના લોકો પર પાસા હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ પત્ર પછી કેટલાંક સમાજના લોકોને બહુ દુખ લાગ્યું હતું. ગેનીબેનએ પત્રની સામે આજે ભાજપ પ્રેરિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા થરાદમાં સંપૂર્ણ દારૂબંધીનો અમલ કરવા થરાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.