ડીસામાં બનાસ નદીમાં પાણી આવતા ધારાસભ્ય સહિત આગેવાનોએ વધામણા કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડાતા ગત સાંજે પાણી ડીસા નજીક પહોંચતા આજરોજ સવારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનો ખેડૂતોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા. બનાસ નદીમાં પાણી આવતા પાણીના તળ ઊંચા આવવાની આશાએ ખેડૂતોમાં વ્યાપક ખુશી જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે રાજ્યભરમાં સારા વરસાદથી મોટાભાગના જળાશયો છલકાઇ ગયા છે .ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા ની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ 85% થી વધુ ભરાઈ ગયો છે. જ્યારે હજુ ચોમાસાને બે માસ જેટલો સમય બાકી હોવાથી તંત્ર દ્વારા દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં બે દિવસ અગાઉ દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં પાણીની સારી આવક હોવાથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી ડીસા બનાસ નદીના પુલ પાસે પહોંચતા ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ભાજપના આગેવાનો ખેડૂતો એ નવા નીર ના વધામણા કર્યા હતા. ધારાસભ્યએ શ્રીફળ,ફુલ અર્પણ કરી નદી માતાને વધાવી હતી. બનાસ નદીમાં પાણી છોડાતા આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવવાની આશાએ ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.