ધાનેરા વિસ્તારમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો
બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા તેમજ અન્ય વિસ્તારમાંથી ચોરી થયેલા ત્રણ બાઈકો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ત્રણ બાઈકો સાથે કુલ મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ધાનેરા પોલીસ મથકે સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે સમય દરમિયાન જોરાપુરા ગામ પાસેથી બાતમી હકીકત આધારે એક નંબર વગરના બાઈક ચાલકને ઉભો રખાવી પોલીસે તેની પાસે સાધનીક કાગળો માંગતા ચાલકે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં જેથી બાઈક ચાલક શંકાસ્પદ લાગતા પોલીસે તેની અટક કરી હતી અને LCB પોલીસે બાઈક ચાલકનું નામ પુછતા પોતાનું નામ અરવિદભાઇ ચકાભાઈ ઠાકોર રહે . રામસણ ડીસા વાળાઓ હોવાનુ જણાવેલ જોકે પોલીસે બાઈક ચાલક પાસેની બાઈક કયાથી લાવેલ તે બાબતે યુકતિ પયુકતિથી પુછપરછ કરતા સદરે બાઈક ધાખા ગામેથી દુધની ડેરી પરથી ચોરી કરેલ હતી અગાઉ પણ બાઈક ચાલકે જોરાપુરા ગામેથી તેમજ રામસીપુરા પાટીયા પાસેથી ચોરી કરેલ તે બાઈકો તેના સસરા ભાવાજી સેધાજી ઠાકોર રહે . બેવટા થરાદ પડેલ છે જેથી આરોપી અરવિદને સાથે લઈ જઈ મળી આવેલ બાઈક પૈકી ( 1 ) હિરો સ્પલેન્ડર ( 2 ) હિરો સ્પલેન્ડર કુલ ત્રણ બાઈકો કબ્જે કરી 1 ની અટકાયત કરી LCB પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.