પાલનપુરમાં મોબાઈલ ચોરને એલસીબી એ ઝડપી પાડી અલગ-અલગ કંપનીના 08 મોબાઈલ મળી આવ્યા
પાલનપુરમાં મોબાઈલ ચોરીના બનાવો આયેદિન જોવા મળતા હોઈ છે જે આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ ચોરી તેમજ છેતરીને પડાવેલ મોબાઈલો ઇસમની તપાસમાં હતા તેં દરમિયાન એલસીબીને મળેલી બાતમી આધારે એક ઇસમ બિલ વગરના મોબાઈલ લઇ વેચાણ કરવા પાલનપુર શહેરના ખાનગી હોસ્પિટલ પાસે આવનાર છે. જે આધારે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ સબબ વોચમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઈસમ શરીરે ચેક્ષ શર્ટ પહેરેલ જે શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ચોરી કે છળકપટથી મેળવેલ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વેચાણ કરવા આવનાર છે. જે બાતમી હકિકત આધારે પોલીસે પાલનપુરના ઈસમ શેરૂ અર્જુન પઢિયાર (બાવરી) ને ઝડપી પાડી તેની પાસે અલગ-અલગ કંપનીના મોબાઈલ મળી 08 મળી આવ્યા હતા. LCB પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કુલ મુદ્દામાલ કબ્જે કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ સ્ટેશન ગુનો નોંધી એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.