બનાસકાંઠાને પાણીદાર બનાવવા મહા અભિયાનનો પ્રારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

ચોમાસામાં વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતરે અને ભુગર્ભ જળ ભંડારો ભરાય તે માટે ટીંબાચુડીના ગ્રામજનોએ અવાવરૂ કુવાઓ રિચાર્જ કરવાનું શરૂ કર્યુ છે. પાણીના તળ ઉપર લાવવા ટીંબાચુડીના ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો કરીને અત્યાર સુધીમાં ૩૦ જેટલાં કુવાઓ રિચાર્જ કર્યા છે. ચોમાસું હવે નજીકમાં છે ત્યારે ગામનું પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે ગામલોકોએ ગામમાં જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. ટીંબાચુડી ગામના અગ્રણી કેશરભાઇ શામળભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અમારા ગામમાં કુલ એક હજાર વીઘા ખેતીની જમીન છે અને ૨૭૦ વીઘા ગૌચરની જમીન છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવા છતાં પાણીના અભાવે ખાવા માટે ઘઉં વેચાતા લાવવા પડે છે. સિંચાઇ, ખેતી અને પશુપાલન માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારી જળ ભંડારો સમૃધ્ધ બનાવવા જરૂરી છે. ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે સરકારના જળ સંચય અભિયાનના સથવારે અમારા ગામે જળ સંચયનું સામૂહિક કામ શરૂ કર્યુ છે. તેમણે કહ્યું કે, ગામના યુવા મિત્રો અને વડીલોની ટીમ જળ સંચય અને ભૂગર્ભ જળ ઉંચા લાવવા લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યાં છે તેમની સાથે હવે બીજા ખેડુતો અને ગ્રામજનો પણ જાેડાઇ રહ્યાં છે.તેમણે ઉમેર્યું કે જિલ્લા કલેકટર આનંદ પટેલની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ

મહા અભિયાનમાં યુવાનો પણ જાેડાયા
વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચય કરવા જૂના પડતર અને અવાવરૂ કુવાઓ તેમજ બંધ પડેલા ટ્યુબવેલમાં પધ્ધતિસરની સીસ્ટમ ગોઠવી વરસાદનું પાણી વાળી કુવાઓ અને ટ્યુબવેલ રીચાર્જ કરવાનું કાર્ય શરૂ કર્યું છે. યુવાનોની ટીમ વિવિધ ગામડાઓમાં ખેડૂત સભાઓ યોજી કુવા અને ટ્યુબવેલ કઈ રીતે રિચાર્જ કરવા અને તેનાથી શું ફાયદા થાય છે ? તેની પધ્ધતિ સમજાવી ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ. ૭.૫૦ લાખના ખર્ચથી ગામમાં જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. જેનાથી ૧ થી ૨૦ ઇંચ સુધીના વરસાદમાં ૧.૫ કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરશે.

ગામ રચનાત્મક કામોમાં અગ્રેસર ા ટીંબાચુડી ગામના અગ્રણી નટુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, અમારું ગામ પાણીની અછતવાળું છે એટલે લાંબા ગાળાનું આયોજન કરીને આગળ વધીએ છીએ.૧૯૮૦ થી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ બતાવેલા માર્ગે ચાલીને અમારા પ્રકૃતિપ્રેમી ગામે અનેક સેવાકીય કાર્યોમાં પહેલ કરી છે. ગોચરમાં સીડબોલ બનાવીને વૃક્ષારોપણ હોય કે જળ સંચયનું કામ હોય તમામ રચાનાત્મક કામોમાં ગામ અગ્રેસર છે.ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બનાવી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા સરકાર દ્વારા સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવે છે તેવી જ રીતે અમારા ગામે પણ નક્કી કર્યુ છે કે અમારી પણ આ રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે કે આવતીકાલની પેઢીને સમૃધ્ધ જળ ભંડારો આપીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.