થરાદ ધાનેરા હાઇવે પર મોડીરાત્રે સેન્ટ્રો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : બે યુવાનનાં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ ધાનેરા હાઇવે પર મોડીરાત્રે સેન્ટ્રો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થરા ગામના બે યુવાનનાં મોત નીપજ્યા. બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. થરાદ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેમાં થરાદ ધાનેરા હાઇવે પર અવરનવર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે થરાદના સિધોતરા પાટિયા નજીક મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ગાડીને ટક્કર મારતાં બંને જણાનું મોત નીપજ્યું હતું. જેમાં ઇશ્વરભાઈ મકનાભાઇ પટેલને 108માં ધાનેરાથી પાલનપુર લઈને જતાં હતા. તે દરમિયાન ૨સ્તામાં મરણ ગયા હતા. રમેશભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદ ખાતે લાવ્યા હતા. ઇશ્વરભાઈની લાશને પીએમ માટે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર

રમેશભાઈ નાથાભાઈ પટેલ (ઉં.વ 32)

ઇશ્વરભાઇ મકનાભાઇ પટેલ (ઉં.વ 24)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.