ડીસામાં ફૂડ વિભાગના મોડી રાત્રે દરોડા : શંકાસ્પદ તેલ અને ઘીના સેમ્પલ લેવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘી નું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.દિવાળીના તહેવારો નજીક આવતા ફૂડ વિભાગ દ્વારા સક્રિયતા દાખવી ખાદ્ય પદાર્થો બનાવતા એકમોની ઓચિંતિ તપાસ હાથ ધરાતા તાજેતરમાં જ ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો ત્યારે ફૂડ વિભાગે ડીસામાં તેલ અને ઘી બનાવતા એકમો પર પણ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા.ડીસા જીઆઇડી વિસ્તારમાં આવેલી અમર ઈન્ડસ્ટ્રીઝ, તાશ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ નામના યુનિટમા ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

ત્રણેય એકમો તેલ અને ઘી બનાવતા હોવાથી મોટાપાયે ભેળસેળ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેથી શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે.સિઝ કરાયેલા જથ્થામાં પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત કાઉ ઘી નામની બ્રાન્ડના નમૂના લેવાયા છે.તહેવારો નજીક આવતાની સાથે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે.જેમાં ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.પરિવાર કાઉ પ્યોર ઘી અને પરિવાર પ્યોર ઘી ના નમૂના લેવામાં આવ્યા છે.

ડીસા જીઆઇડીસી માં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે.જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા છે જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.