પાલનપુર તાલુકાના લાલાવાડા અને ધનિયાણા ચોકડીએ ખનીજ ચોરી ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ગતરોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જાેષીની રાહબરી હેઠળ તપાસ ટીમ દ્વારા વહેલી સવારથી વાહન ચેકીંગ અર્થે નિકળતા પાલનપુર તાલુકાના લાલાવાડા ગામ પાસે ઓચીંતી વાહન ચકાસણી દરમિયાન ટ્રક જીજે૦રઝેડઝેડ૧પ૪૪ ને રોકાવી રોયલ્ટી બાબતેની ચકાસણી કરતાં ટ્રકમાં બિલ્ડીંગ સ્ટોન ખનિજ ભરવામાં આવેલ જેનું રોયલ્ટી પાસમાં દર્શાવેલ વજન કરતા ૧૦.૩૭ મે.ટન વધુ વજન બિન અધિકૃત રીતે વહન કરતા પકડી પાડેલ તથા પાલનપુર ધનિયાણા ચોકડી પાસેથી ટ્રક નં.જીજે૦ર એક્સએક્સ ૭૭૯૪ને રોકાવી રોયલ્ટી બાબતેની ચકાસણી કરતાં ટ્રકમાં ગ્રેનાઈટ ખનિજ ભરવામાં આવેલ જેનું રોયલ્ટી પાસમાં દર્શાવેલ વજન કરતાં વધુ ખનિજ જથ્થો બિન અધિકૃત વહન કરતાં પકડી પાડી અંદાજે ૬૦ લાખનો મુદ્દામાલ સાથે ટ્રકોને કલેક્ટર કચેરી કંમ્પાઉન્ડ ખાતે સીઝ કરી બિન અધિકૃત ખનિજનો રૂા.૩.૦૦ લાખની દંડકીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
બનાસકાંઠામાં ખનિજ ચોરી કરતાં ઈસમો સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છેલ્લા પાંચ માસમાં બિન અધિકૃત ખનિજના કુલ – ૧ર૮ કેસ કરી રૂા.૧પ૮.પ૬ લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખ કરવાનો રહે છે કે તાજેતરમાં બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડા ખાતેથી ૭ (સાત) ડમ્પર / ટ્રકો પકડી અંદાજે ૧પ લાખ જેટલી દંડકીય વસુલાત કરવામાં આવેલ છે. જ્યારે એક અઠવાડીયા પહેલા અમીરગઢ ખાતે રાજસ્થાન માંથી ખનિજ ચોરી કરી આવતાં પ (પાંચ) ડમ્પર / ટ્રકો પકડી પાડવામાં આવેલ હતી અને ૧ર (બાર) લાખથી પણ વધુની રકમની દંડકીય વસુલાત કરવામાં આવેલ તો વળી ડીસા તેમજ છત્રાલા ગામની બનાસનદીમાં રેતીના લીઝ ધારકોની લીઝોની માપણી કરીને પણ દંડકીય વસુલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.  આમ સમગ્ર પણે બનાસકાંઠા જીલ્લામાં ખનિજ ચોરી કરતાં તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અને બેફામ બનેલ ખનિજ માફીયાઓ સામે દાખલો બેસાડવા પોલીસ કેસ સુધીની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાસકાંઠા જીલ્લામાં મુખ્યત્વે બિલ્ડીંગસ્ટોન, માર્બલ, સાદીરેતી વિગેરે ખનિજાે મળી આવે છે. જેમાંં વર્ષ ર૦૧૯-ર૦ દરમિયાન સરકારશ્રીને રૂા.૬૧.૬૭ કરોડની ખનિજની મહેસુલી આવક પ્રાપ્ત થઈ હતી તેમજ વર્ષ ર૦ર૦ – ર૧ માં એપ્રિલ – ર૦ થી ઓગષ્ટ – ર૦ સુધીમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ર૪ કરોડ જેટલી ખનિજની મહેસુલી આવક પ્રાપ્ત કરવામાં આવેલ છે. તો વળી જીલ્લાના ખનિજ સભર વિસ્તારોની જાહેર હરાજીથી નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહે છે જેથી આગામી સમયમાં સરકારને રોયલ્ટીની મહેસુલી આવકમાં વધારો થાય તેમ જણાઈ રહેલ છે. આમા ખાણ અને ખનિજ વિભાગની કડકાઈથી જીલ્લામાં ખનિજ ચોરી કરતા તત્વો ફફડી ઉઠ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.