લાખણી તાલુકાના અમરપુરામાં મકાન ઉપર વીજળી પડતા લાખોનું નુકશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ગેળા : લાખણી તાલુકાના અમરપુરા ગામે શુક્રવારની રાત્રિના સમયે ભારે વરસાદ પડ્યો હતો. જે સમયે ગામમાં આવેલા ડેરીના મકાન તેમજ ડેરીની બાજુમાં આવેલા શાહ ભીખાલાલ ના મકાન ઉપર વીજળી પડી હતી. વીજળીની તીવ્રતા એટલી જોરદાર હતી કે ડેરીના મકાન તેમજ બાજુના રહેણાંક મકાનની છતના પોપડા ઉખડી ગયા હતા. તેમજ મકાન જર્જરીત થઇ ગયા હતા. વીજળીની તીવ્રતાને લીધે ડેરીમાં આવેલ બલક મશીનનું કોમ્પ્રેસર, પંખા, એલઈડી કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા, તેમજ ડેરીનું તમામ ઈલેક્ટ્રીક વાયરીંગ મળી અંદાજે ૮૦ હજાર ઉપરાંતનું નુકશાન થવા પામ્યું હતું. ત્યારે બાજુમાં આવેલા મકાનમાં પણ પંખા, ટીવી, બલ્બ જેવા ઉપકરણો ને નુકસાન થવા પામ્યું હતું. આ ઉપરાંત ગામના અનેક ઘરોમાં મોટાપાયે નુકસાન થતાં ગામ લોકો ભયભીત થઈ ગયા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. આ બાબતે ગામના રહીશ દેરામભાઈ પટેલે જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રે ત્રાટકેલી વીજળીના લીધે ડેરીના મકાન, શાહ ભીખાલાલ ના મકાન સહિત ગામમાં લાખોનું નુકશાન થવા પામ્યું હતું. વીજળી એટલી ખતરનાક હતી કે ગામ લોકો ડરના માર્યા કાંપી ઊઠયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.