કાંકરેજના રવિયાણા ગામનું તળાવ ઓવરફ્લો
કાંકરેજ તાલુકાના રવિયાણા ગામમાં છેલ્લા ૨ દિવસથી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ત્યાં વસવાટ કરતા નાગરિકો સમયસર સ્થળ છોડી સલામત જગ્યાએ જતાં રહેતાં રાહતનો શ્વાસ લીધો હતો. ખીમાણાનંુ તળાવ ઓવરફ્લો થતાં તેમજ વધુ વરસાદ પડતાં રવિયાણાનુ તળાવ ઓવરફ્લો થયું છે. ખેતરો બેટમા ફેરવાતા તેમજ રવિયાણા થી બહાર જવાના માગૉ પર ઢીંચણ સમા પાણીનો પ્રવાહ રોડ ઉપર વહેતો હોઈ બે દિવસથી કોઈ પણ વાહનની અવરજવર થઇ શકતી નથી. પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકોને ખેતરેથી ગામમાં આવવા જવા માટે ઘણી તકલીફો વેઠવી પડી રહી છે.