પાલનપુરમાં જુના આર.ટી.ઓ સર્કલ બ્રિજ પર જીવના જોખમે મજૂરી કરતા શ્રમિકો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના આબુ હાઇવે પર જુના આર. ટી.ઓ સર્કલ પર ત્રિપાંખિયા ઓવરબ્રિજનું નિર્માણ કરાઇ રહ્યું છે. જોકે અહી પચાસ થી સો ફુટ ની ઉંચાઈ પર કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના શ્રમિકો જીવ ના જોખમે મજૂરી કામ કરી રહ્યા છે. જે વચ્ચે એક શ્રમિક ને કોઈ પણ જાતની સુરક્ષા આપ્યા વિના તેને ક્રેઇનના સો ફુટ ઉંચાઈ પર ચડાવવામા આવ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે, કોન્ટ્રાકટર ની લાપરવાહીના કારણે આવા અખતરા થી શ્રમિકોનો જીવ જોખમમાં મૂકાઇ રહ્યો છે. પાલનપુરમાં જુના આર. ટી.ઓ સર્કલ પર અકસ્માત ના બનાવો રોકવા તેમજ અંબાજી તરફ રેલવે ફાટક પર અને આબુ હાઇવે પર ટ્રાફિક ની સમસ્યાના નિવારણ હેતુ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ત્રી-પાંખિયા ઓવરબ્રિજ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ કામના કોન્ટ્રાકટર દ્વારા અહી કામ કરતા શ્રમિકો પાસે જીવના જોખમે કાળી મજુરી કરાવવામાં આવી રહી હોવાના વીડિયો અને ફોટા અવાર નવાર શોસિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. જે વચ્ચે વધુ એક શ્રમિક નો જોખમી વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક શ્રમિકને કોઈ પણ પ્રકારની સેફ્ટી પૂરી પાડ્યા વિના તેને ક્રેઇનમાં ખુલ્લા દોરડા પર બેસાડી તેને 100 ફૂટની ઊંચાઈ પર મજૂરી માટે ચડાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે કોન્ટ્રાકટર ની આ પ્રકારની ગંભીર લાપરવાહીથી શ્રમિકોનો જીવ જોખમ માં મૂકાઇ રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર મજુરો સાથે લાપરવાહી દાખવતા કોન્ટ્રાકટરના કારણે ભવિષ્યમાં કોઈ હોનારત સર્જાય તે પહેલા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.