ડીસામાં જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા લોધા પરિવારનું સન્માન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા 264 માં પૂજ્ય જલારામ બાપાનાં ભજન કાંતિભાઈ બાબુલાલ લોધાના નિવાસસ્થાને રાખવામાં આવ્યાં હતાં. આ અવસરે ખૂબ મોટી સંખ્યામાં હરિભકતો, ગૌભકતો ઉપસ્થિત રહ્યા હતા. ભજન સત્સંગમાં ગૌસેવા હેતુ માટે 50 હજાર રૂપિયા એકત્રિત થયા હતા. હરિદ્વાર કથા સંપન્ન કરી પધારેલ સૌ યાત્રિકોને સન્માનિત કરાયા હતા. આ પવિત્ર અવસરે યજમાન લોધા પરિવારના બાબુભાઈ, શાંતાબેન, રમેશભાઈ, ગીરધરભાઈ, મનુભાઈ, કાંતિભાઈ, અરવિંદભાઈ, હરેશભાઈ સહિત સમગ્ર પરિવારને જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાની મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. જલારામ સત્સંગ મંડળ ડીસાના કનુભાઈ આચાર્ય, યશવંત શાસ્ત્રીજી મહારાજ, આત્મારામભાઈ ઓઢાવાળા, શશીકાંતભાઈ ઠકકર, ભગવાનભાઈ બંધુ, આનંદભાઈ ઠકકર, કનુભાઈ તૃપ્તિવાળા, નવીનભાઈ પ્રજાપતિ, સુભાષભાઈ ઠકકર, સંજયભાઈ બારોટ, નરેશભાઈ આચાર્ય સહિત લોધા પરિવારને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.