બનાસકાંઠાના વડગામમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો : વિશાળ રેલી યોજી ટિકિટ પરત ખેંચવા માંગ કરી
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઇ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે. ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં દેખાવો કરાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના વડગામ ખાતે ક્ષત્રિય સમાજના હજારો લોકો એકત્રિત થયા હતા અને રસ્તા પર રેલી સ્વરૂપે ઉતરી વડગામ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરાઈ છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ જાહેર સભામાં થોડા દિવસો અગાઉ છત્રીય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોજ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજના લોકો ગામે ગામ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના વડગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો અને ક્ષત્રિય સમાજના લોકો વડગામ બ્રહ્માણી માતાના મંદિર ખાતે એકઠા થયા અને બ્રહ્માણી માતાના મંદિરથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચાર કરી વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે અને જો ટૂંકા સમયમાં જ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ ઉગ્યોમાં ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચારી છે.