થરાદના જવેલર્સનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગતાં ખળભળાટ

બનાસકાંઠા
tharad
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ  : થરાદની મુખ્ય બજારમાં પુજા જવેલર્સ નામની સોનાચાંદીની દુકાન ધરાવતા અને અંબિકાનગર એકમાં રહેતા ચંદ્રકાંત પ્રભુભાઈ સોની ઉ.વ. ૪૪ ગત તારીખ ૧૧/ ૦૭ /૨૦૨૦ શનિવારના રાતના દસેક વાગ્યે પંચવટી સોસાયટીમાં મકાન હોઇ તે ભાડે આપેલ હોય તેનું ભાડું લેવા એકટીવા લઈને ગયેલ હતા. પરંતુ મકાન બંધ હોઇ તેમાં રહેતા લોકો સુઈ ગયા હોઇ રાત્રિના સવાદસ વાગ્યાના સુમારે શિવધારા સોસાયટીથી આવતાં પાછળથી અચાનક એક નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલા બે શખસોએ એક્ટીવા આગળ કાર કરી બાવડેથી પકડી છરી બતાવી કારમાં બેસાડી દીધો હતો. અને આંખે કાળી પટ્‌ટી બંધાવી તેના બંન્ને ફોન લઇ લીધા હતા. અને રસ્તામાં આજે નહેરમાં મારી ને નાખી દેવો છે તેવી વાતો કરતા એક ખેતરમાં લઇ ગયા હતા.જ્યાં થોડા સમય પછી આવેલી બીજી એક સફેદ કલરની કારમાં ૨૫થી ૩૦ વર્ષના ત્રણ શખસો મોં બાંધીને ઉતરીને આવ્યા હતા.અને પૈસા ન આપે તો પુરો કરી નાખવો છે તેવી ધમકી આપીને અપશબ્દો બોલી પેટના ભાગે છરી ભીડાવી તેના ગળામાં રહેલી વીસ અને બત્રીસ ગ્રામ વજનની કીંમત રૂપીયા ૧૮૫૦૦૦ની બે ચેનો ગળામાંથી કાઢી લુંટી લીધી હતી. આથી ગભરાયેલા વેપારીએ આજીજી કરી આજે છોડી દો પૈસાની વ્યવસ્થા કરી આપીશ તેવા વિશ્વાસમાં લેતાં છ શખસોએ બે દિવસમાં પૈસા તૈયાર કરી રાખજે અમે સામેથી ફોન કરીશું તેમ કહીને ફરીથી પટ્‌ટી બાંધીને વાવ થરાદ હાઇવે રોડ પર ફલેમીંગો હોટલ સામે હાઇવે રોડની સાઈડ પર ઉતારી મુક્યો હતો. આ વખતે બંને ફોન પાછા આપી દીધા હતા. જેમાં સીમકાર્ડ ન હતા. બીજી બાજુ પરિવારના માણસો પણ યુવકને શોધતા હતા. તે ચાલતો ચાલતો ઘર તરફ આવી રહ્યો હતો. આ વખતે તેમનો પુત્ર રાહુલ મળતાં તેના બાઇક પર બેસીને ઘરે ગયેલ હતો. જો કે આ બનાવ અંગે પરિવારને કશી વાત કરી ન હતી. અને બીજે દિવસે નવાં સીમ કાર્ડ લઇને ફોન ચાલું કરતાં સવારના સાડા આઠ વાગ્યે ૭૪૩૩૯૧૭૦૪૭ નંબર પરથી ફોન કરીને બે દિવસનો વાયદો પુરો થયો પૈસા તૈયાર કર્યા કે નહી તેમ કહી બપોર સુધી એક કરોડ તૈયાર કરી રાખજે નહીતર તારૂં પુરુ કરી નાખીશું તેવી ધમકીઓ આપી વારંવાર એક કરોડની ખંડણી માંગતા હતા. આથી આ અંગે પરિવારને વાત કરી થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છ અજાણ્યા શખસો સામેipc, ૩૯૫, ૩૯૭, ૫૦૬(૨), ૨૯૪) મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને થરાદ પંથકમાં ખળભળાટ સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.