થરામાં સોનાનું બિસ્કિટ આપવાની લાલચે અપહરણ કરી લૂંટ ચલાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના થરામાં મિત્રોએ મિત્રનું અપહરણ કરીને લૂંટ ચલાવી છે. આરોપી કિરણ અને તેના ચાર મિત્રોએ કર્યું ભાવેશ નામના વ્યકિતનું અપહરણ કરીને લૂંટ ચલાવી છે. 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ટેકસ વગર આપવાની લાલચે અપહરણ કરીને લૂંટ ચલાવી છે.આરોપીઓને શોધવા થરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

થરામાં મિત્રઓએ ભેગા મળીને લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે અપહરણ કરીને મિત્ર પાસે રૂપિયા 5 લાખની લૂંટ ચલાવી છે. 100 ગ્રામ બિસ્કિટ બિલ અને ટેકસ વગર આપવાનું છે જો તારે લેવુ હોય તો પાંચ લાખ રૂપિયા લઈ આવ તેમ કહી મિત્રને બોલાવ્યો અને કારમાં બેસાડયો અને ત્યારબાદ કારમાં લઈ જઈને રૂપિયા લઈ લીધા અને ભાવેશને કારમાંથી નીચે ઉતારી દીધો,ત્યારે ભાવેશને અહેસાસ થયો કે તેની સાથે લૂંટ થઈ છે એટલે તેણે થરા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.