ખાનપુર, નાગલા અને ડોડગામના પાણીના પ્રશ્નના નિકાલની જવાબદારી મારી : શંકરભાઇ ચૌધરી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

થરાદના સણધર સહિત આજુબાજુના વિવિધ ગામોમાં આયોજીત ભાજપના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીની ચુંટણી સભામાં આગેવાનો બનાસબેંકના ડીરેક્ટર શૈલષભાઇ પટેલ, હરેશભાઇ વકીલ, માવજીભાઇ પટેલ, ગજાભાઇ પટેલ સહિત બહોળી સંખ્યામાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માવજીભાઇ પટેલે પશુપાલકોની ચિંતા શંકરભાઇ કરે છે તેમ જણાવતાં અગાઉ ગામમાંથી માત્રને માત્ર બે વૉટ કાૅંગ્રેસને મળ્યા હતા. આ વખતે એક પણ ન મળે તેવો ઇતિહાસ સર્જવાની હાકલ કરી હતી. તેમજ ભાજપના સમર્થનમાં આત્માથી પંથકના ગ્રામજનો તમારી સાથે જાેડાયેલા છે તેવો તેમનો સંદેશ મોદી સાહેબને પહોંચાડવો છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગામના મહિલાઓ અને પુરૂષો ઉપસ્થિત રહ્યા હતા. શંકરભાઇ ચૌધરીએ દરેક સમાજ સાથે મળીને સમર્થન આપજાે તેમ જણાવતાં રેકોર્ડબ્રેક મતદાન કરાવવાની વિનંતી કરી હતી.તમે બધા સાથે મળીને જે કામ કહેશો તે કામ સરકારના માધ્યમથી કરાવી આપવાની ખાત્રી આપી હતી. છત્રીસેય કોમ સાથે મળીને સમગ્ર વિસ્તારનો વિકાસ થાય એવો સહિયારો પુરૂષાર્થ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.થરાદ પંથકના પ્રજાજનોના તમામ અરમાનો પુરાં કરવા માટે દરેક પ્રયાસો કરીશ અને તમારી મહેનતનો બદલો માથે નહી રાખું, મારે બધાંને મળવું છે.નામથી બોલાવવા છે, દરેક ગામે ગામ ચુંટણી જીત્યા પછી ગામલોકો સાથે બેસીને આભાર વ્યક્ત કરવા આવવાનો પણ વાયદો કર્યો હતો. જ્યારે થરાદના ડોડગામમાં ગ્રામજનોને ચુંટણીસભાને સંબોધતાં પુરઅસરગ્રસ્ત ખેડુતોના કાયમી ભરાતા પાણીનો પ્રશ્ન કાયમી નિરાકરણ લાવવાની જવાબદારી સ્વીકારી હતી. તેમણે મિડીયાની હાજરી અને લોકો રેકોર્ડ કરી રહ્યા છે તેમની હાજરીમાં આ ખાનપુર,નાગલા અને ડોડગામની સીમ અને ગામમાં ભરાતા પાણીના ભરાવાનો પ્રશ્ન તેમજ જમીન બગડતી હોવાની બાબત તેમના ધ્યાનમાં હોઇ પ્રશ્નના કાયમી નિરાકરણની પોતાની જવાબદારી સ્વીકારી હતી. જાે વાવ માટે પણ કામ કરતો હોઉ તો થરાદ માટે શું કામ ન કરું ? થરાદ માટે તો સવાયું કામ કરવાનું છે. શિક્ષ્તિ યુવાનો માટે નોકરીની વ્યવસ્થા, રોજગારી, પ્રજા માટે આરોગ્યની સુવિધા, ખેડુતો માટે સિંચાઇની સુવિધા જેવાં કામો કરવાનું વચન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.