કરમાવાદ સરોવર અને મુક્તેશ્વર ડેમ નર્મદાના નીરથી ભરાશે : મુખ્યમંત્રી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મણીભાઈ જેઠાભાઈ વાઘેલાના સમર્થનમાં તાલુકા મથક વડગામ ખાતે યોજાયેલ જન સભામાં પધારેલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની જનતા જ નહીં પરંતુ વિશ્વના દેશો પણ ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર ભરોસો કરે છે. પહેલા દુનિયા ભારતની વાતને સાંભળવા તૈયાર નહોતી પણ આજે ભારત શું કહેવા માંગે છે ? તે અંગે અભિપ્રાય માંગે છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે હતું કે કરમાવાદ સરોવર અને મૂકતેશ્વર ડેમ નર્મદાના જળથી ભરવામાં આવશે. જે માટે વધુ નાણાંની જરૂર પડશે તો પણ ઉમેરીને પૂર્ણ કરવામાં આવશે. ૨૧ મી સદીમાં ગૌરવ અને અસ્મિતાના પ્રતીક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. જેથી આજે આતંકવાદીઓ કે આતંકવાદીઓના આકાઓ ગુજરાત તરફ કે દેશ તરફ આંખ ઉંચી કરીને જાેવાની હિંમત પણ કરતા નથી. ગુજરાત સરકારે જનક કલ્યાણકારી ર્નિણયો લઈ પદ્ધતિસરનું કામ કર્યું છે, આપણે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યા છીએ. જેથી ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી વાળી સરકાર બનવા જઈ રહી છે. જન સભામાં જાલોર-શિરોહી રાજસ્થાનના સાંસદ દેવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાબુલાલ મેઘવાળ,વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા, પ્રદેશ ભાજપ અગ્રણી ફલજીભાઈ ચૌધરી,પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, વિધાનસભા ઈનચાજૅ કેશરભાઈ વાયડા, જિલ્લા પંચાયત ડેલીગેટ ફલજીભાઈ પટેલ, જળ સમિતિના અધ્યક્ષ એમ.એમ.ગઢવી સહિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણાએ કર્યું હતું. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઇ ગોળ, મહામંત્રી રામજીભાઈ બેરા અને મહામંત્રી લાલાજી ઠાકોરે સભાનું સફળ સંચાલન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.