કંસારી ગામે પ્રેમી યુગલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, બનાસકાંઠા
કોરોના મહામારી વચ્ચે પણ સમાજને વિચલિત કરતી અનેક ઘટનાઓ બનવા પામી રહી છે ત્યારે આવો જ એક બનાવ ડીસા તાલુકાના કંસારી ગામે બનવા પામ્યો છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મૂળ રાજસ્થાનના ફાગળીયા ગામના મદરૂપજી અજિતભાઈ કોળી પરિવાર સાથે ખેતરમાં રહે છે તેમની ૧૬ વર્ષની દીકરી પવિબેન લને નજીકના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા મૂળ બાડમેર જિલ્લાના બામણવા ગામના આયદાનજી કોળીના દીકરા લાલા સાથે પ્રેમ સબન્ધ બંધાયો હયો પરંતુ માસિયાઈ હોવાના નાતે બને એકબીજા ને પામી શકવા અસમર્થ હોઈ સોમવારે ખેતરમાં જ આવેલા આંબાના ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું વહેલી સવારે આ બન્નેની લાશોને આસપાસના લોકોએ જોતા આ બાબતની જાણ પોલીસને કરી હતી જેથી તાલુકા પોલીસની ટિમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી અને બન્ને મૃતકની લાસ ને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી તેમજ મૃતક સગીરાના પિતા મદરૂપજી અજિતભાઈ કોળી ની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.