કાંકરેજ : સસ્તા અનાજના દુકાનદારો પોતાની માંગો પુરી કરવા સરકાર સામે આંદોલન પર ઉતર્યા
કાંકરેજ મામલતદાર બી.જે દરજી ને આવેદનપત્ર આપી વિવિઘ માંગણીઓ સંદર્ભે માંગ કરી: કાંકરેજ તાલુકાના સસ્તા અનાજ ના દુકાનદરો પોતાની વિવિધ માંગણી ઓ ને લઇ શિહોરી ખાતે કાંકરેજ મામલતદાર બી જે દરજી ને આવેદન પત્ર આપ્યું
જેમાં સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાન દરો પોતાની માંગણીઓ ને લઇ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનો ના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. તેને લઇ આજે કાંકરેજ ના ગ્રામીણ અને શહેરની દુકાનોના વહેપારીઓ પણ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હડતાળ ઉપર ઉતરી ગુજરાત ના એશોસીએશન ને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે.
ઉલેખનીય છે કે 22/08/23 ના રોજ સરકારે વેપારીઓ ની વ્યાજબી માગણીઓ ની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓએ આંદોલન સમેટી લીધું હતું. સરકારે જણવ્યું હતું કે થોડા સમય મા સસ્તા અનાજ ની દુકાનદારો ની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ ન થતા સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે. સસ્તા અનાજ ની દુકાનદારો ની માંગણી ઓ સંતોષવા મા નહીં આવે તો દુકાનદારો કામ થી અળગા રહે છે.
Tags demands Kankerage shopkeepers