કાંકરેજ તાલુકાના ઉંબરી પાસેથી કાંકરેજ મામલતદારે રોયલ્ટી વગર નું રેતી ભરેલ ટ્રેકટર ઝડપી પાડ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે કાંકરેજ મામલતદાર ભરતભાઇ દરજી ની લાલ આંખ.બનાસ નદીના પટમાં થી સાદી રેતી ભરેલ ટ્રેકટર ચાલક જઈ રહ્યો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઇ દરજી પોતે ફિલ્ડ માં હોવાથી તેને પૂછપરછ કરી હતી ત્યારે ટ્રેકટર ચાલક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના જ રેતી ભરેલ હોવાનું માલુમ પડતાં ટ્રેકટર નંબર જી. જે.૦૮.બી એચ.૭૯૪૨ અને ટ્રોલી સીઝ કરી ને શિહોરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા હતા અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ ને દંડનીય કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરતા ભૂમાફિયાઓ માં ભારે ફફડાટ ફેલાયો છે જોકે અવારનવાર કાંકરેજ મામલતદાર દ્વારા રોયલ્ટી ભર્યા વગર નું કોઇ પણ વાહન ચેક કરી ને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામ નજીક થી સાદી રેતી ભરેલા ટ્રેકટર ટ્રોલી ઝડપી પાડયા હતા.