જુનાડીસાની સગીરાને બે વખત ભગાડીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું : મારી નાખવાની ધમકી આપતા 4 સામે ફરીયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના જુનાડીસા ગામની એક સગીરાનું લગ્નની લાલચે બે વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ યુવક અને તેના સહયોગીઓ સગીરાને તેના મા બાપ અને ભાઈને મારી નાખવાની ધમકી આપતા કંટાળેલી સગીરાએ ચાર વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ જુનાડીસા ગામના ખળવાડ વિસ્તારમાં રહેતી એક સગીરાને ગામની જીવન જ્યોત સોસાયટીમાં રહેતા અજય સરાણીયાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તારીખ 9/ 5 /24 ના રોજ ગાડીમાં તેનું અપહરણ કરી જોધપુર લઈ ગયો હતો ત્યાં પણ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તારીખ 3/ 6 /24 ના રોજ પણ ખાનગી વાહનમાં તેને અજાણી જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

જ્યાં સાત દિવસ રાખ્યા બાદ તે તેણીને બસ દ્વારા પાલનપુર લઈ આવ્યો હતો..જ્યાં ગાડીમાં બેસાડી અજય સાથે રામાભાઈ સરાણીયા, રસીદભાઈ મીર અને અમિયાબેન સરાણીયાએ તેણીને પોલીસ મથકે અમે કહીએ તેમ જવાબ લખાવવા નહિતર તેના મા બાપ અને એકના એક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી ગભરાયેલી સગીરાએ પોલીસ સમક્ષ તેઓના કહ્યા મુજબ જણાવી માતા-પિતાને ઘરે જવાનું ટાળ્યું હતું.જેના પગલે પોલીસે તેણીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી દીધી હતી. જ્યાં તેણીને અન્ય બહેનોએ સમજાવતા તે તેના માતા પિતાના ઘરે પરત આવી હતી. અને તેણે ચારેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે વધુ તપાસ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.