પાલનપુર-આબુ હાઈવે પર સર્જાતા અકસ્માતની સંખ્યા ઘટાડવા NHAI,RTO અને પોલીસની સંયુકત બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર આબુ નેશનલ હાઇવે ઉપર દિન પ્રતિ દિન બનતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા NHAI,RTOઅને બનાસકાંઠા પોલીસની જોઈન્ટ સમીક્ષા બેઠક ઈકબાલગઢ ખાતે યોજવામાં આવી હતી. ડીસા ડિવિઝન વિભાગ ડીવાયએસપી કૌશલ ઓઝા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.


બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતો નો સિલસિલો જોવા મળતો હોય છે અકસ્માતોમાં એક બાદ એક લોકો જીવ પણ ગુમાવતા હોય છે મોટાભાગના ગફલત ભર્યા વાહન હંકારવાના કારણે અકસ્માતોના બનાવ બનતા હોય છે જેમાં ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતા વાહનો પૂરજપાટે ચાલવાના કારણે અનેક અકસ્માત ના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે જેને લઇ આજે અમીરગઢના ઈકબાલગઢ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ડીસા ડિવિઝન વિભાગના ડીવાયએસપી કૌશલ ઓઝા NHAI,RTO સહિતના અધિકારીઓની જોઈન્ટ સમીક્ષા બેઠક બોલાવી હતી વાહનોની સ્પીડ પર કંટ્રોલ થાય અને લોકોને અવેરનેશ આવે જેમાં હાઇવે પર આવેલા ગામના પાટીયા નજીક જવા આવવાના કટ પર વાહનોની ઝડપની ઓછી કરવા માટે બેરીકેટેડ મૂકવામાં આવ્યા છે જેથી કરીને વાહનોની સ્પીડ પર કંટ્રોલ કરી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.