લાખણી તાલુકાના જસરા ગામે 13 મોં મેગા અશ્વ શો યોજાયો
બનાસકાંઠામાં લાખણી તાલુકાના ગામે 13 મો ઇન્ટરનેશનલ મેઘા અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી આવેલા અશ્વને નિહાળવા માટે મિસિસ ઈન્ડિયા પણ પહોંચી હતી.
લાખણી તાલુકાના જસરા ગામે 13 મો આંતરરાષ્ટ્રીય અશ્વ મેગા સો નુ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી અનેક નામી અશ્વસવારો પહોંચ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન આ અશ્વ શોમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી આવતા હજારો વર્ષો વચ્ચે ટેન્ડ પેકિંગ, જમ્પિંગ, જીક જેક, પાર્ટીદોડ, રેવાલ, નાચ સહિત અનેક પ્રકારની હરીફાઈ થાય છે. તેમજ ખાસ કરીને કાઠીયાવાડી મારવાડી અને કચ્છી નસલn અશ્વો આમાં ભાગ લે છે.ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગથી યોજાતા આ અશ્વ શોમાં અંદાજિત 1000 થી પણ વધુ અશ્વસવારો ભાગ લેવા માટે ઉમટી પડે છે.
ત્રણ દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાના આ અશ્વમેધા શો ને નિહાળવા માટે આજે મિસિસ ઈન્ડિયા 2023 સિધ્ધિ જોહરી પણ જસરા ગામે પહોંચી હતી. મિસિસ ઈન્ડિયા પણ દેશભરમાંથી આવેલા ઉચ્ચ કક્ષાના અશ્વો વચ્ચેની સ્પર્ધા જોઈ રોમાંચિત થતા ખુશી વ્યક્ત કરી હતી તેમજ અત્યાર સુધી તેમણે ભાગ લીધેલ ઇવેન્ટમાં આ અશ્વ શો માં ભાગ લેવાની ક્ષણને તેમની યાદગાર ગણાવી હતી.