અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારી વિનયન કોલેજ અમીરગઢ ‘રંગ કલા કૌશલ્ય ધારા દ્વારા માટી કલા સ્પર્ધા અને જન્માષ્ટમીની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓએ માટીનો કાનુડો બનાવી ઢોલના તાલે દેશી ગીતો રજૂ કરી અહીંની ભાતીગળ સંસ્કૃતિ પ્રસ્તુત કરી હતી.


બનાસકાંઠા જિલ્લા ના આંતરિયાળ સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે રંગ કલા કૌશલ્ય ધારા’ અંતર્ગત જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ માટીનો કાનુડો બનાવી ઢોલના તાલે દેશી ગીતો રજૂ કરી અહીંની ભાતીગળ સંસ્કૃતિ પ્રસ્તુત કરી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો. એન. કે . સોનારાના માર્ગદર્શન હેઠળ ‘રંગ કલા કૌશલ્ય ધારાના’ કન્વીનર ડો.વર્ષા એન ચૌધરીએ કર્યું હતું અને સમગ્ર સ્ટાફ મિત્રોએ સહયોગ આપ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.