જય જય અંબે ભક્તોના દાનથી ભંડારો છલકાયો
ગતવર્ષની સામે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં આવક ૮ ઘણી વધીને રૂપિયા ૮.૬૯ કરોડની થઈ
(રખેવાળ ન્યૂઝ)અંબાજી, આ વર્ષનું શૈક્ષણિક સંસ્થાઓનું ઉનાળુ વેકેશન હવે અંતિમ ચરણોમાં છે ત્યારે લોકો છેલ્લે છેલ્લે પણ પર્યટકને ધાર્મિક સ્થળોએ ફરવાની હોડ લાગી હોય તેમ શક્તિપીઠોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી રહી છે.
ગુજરાતનું સૌથી મોટા ગણાતા શક્તિપીઠ અંબાજીમાં પણ શ્રદ્ધાળુઓ નો ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે.દર્શન માટે પણ ભક્તોની ભીડ જાેવા મળી રહી છે ને ભક્તો પણ કોરોના કાળ દરમિયાન પોતાના ઘરે ગુંગળામણ અનુભવતા હોય તેમ હાલ કોરોનાનો પ્રકોપ ઘટતા શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવાની સાથે હવે કોઈ આવી મહામારીનો પ્રકોપ ન થાય તે માટે દર્શને આવતા જાેવા મળ્યા હતા ને ભક્તોની મંદિર માં લાંબી લાઈનો મળી રહી છેએટલુ જ નહી ભક્તો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
જે રીતે કોરોના ના લોકડાઉંન બાદ અંબાજી મંદિર માં યાત્રિકો ની ઘસારો સતત વધતો રહ્યો છે તેની સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને દાનભેટની આવકમાં પણ અનેક ઘણો વધારો જાેવા મળી રહ્યો છે. ગત વર્ષે જે રીતે કોરોના મહામારીને લઈ લોકડાઉંન ની પરિસ્થિતિમાં અંબાજી મંદિર બંધ ચાલુ થતું હતું અને તેવા સમય ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રીકોનો ઘસારો પણ ઓછો હતો ને એપ્રિલ મેં ૨૦૨૧ ની દાનભેટ ની અવાક રૂપિયા ૭૮.૮૦ લાખ ની થવા પામી હતી.
જયારે ચાલુ વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી છે ને એપ્રિલ મેં ૨૦૨૨ ની આવક ગત વર્ષ ની સરખામણીએ ૮ ઘણી વધીને રૂપિયા ૮.૬૯ કરોડની થઈ હોવાનુ ચેતનભાઈ જાેશી (હિસાબી અધિકારી,અંબાજી મંદિર દેવસ્થા ટ્રસ્ટ)અંબાજીએ જણાવ્યુ હતુ.શ્રદ્ધાળુઓ લોકડાઉંનની પરિસ્થિતિ બાદ અનેક પર્યટક સ્થળો એ જતા હોય છે સાથે જે રીતે કોરોના મહામારી માં લોકો સપડાયા ત્યાર બાદ આસ્થામાં પણ અનેક ગણો વધારો થતા શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થાનો તરફ પણ વધુ વળી રહ્યા છે.
Tags Ahmedabad Banaskantha