બનાસકાંઠામાં તલાટી અને આરોગ્ય કર્મીઓ બાદ આઈ.ટી.આઈ ના કર્મચારીઓ આંદોલનના માર્ગે

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યની વિવિધ આઈ.ટી.આઈમાં ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓ ના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા અને સરકારમા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતા પાલનપુર આઈટીઆઈ ખાતે ટેકનીકલ કર્મચારીઓ એ પ્રતીક ઉપવાસ યોજી સરકાર નો
વિરોધ નોંધાવ્યો હતો અને તેમની માંગો સ્વીકારવા માં નહિ આવે તો આગામી સમયમાં સામુહિક માસ સીએલ પર ઉતરવાની ચીમકી
ઉચ્ચારવા માં આવી હતી. રાજ્યની વિવિધ આઈ.ટી- .આઈ માં ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓ સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર/ સી.સ્ટોર કીપરના ગ્રેડ પે સુધારવા તેમજ વર્ષ ૨૦૦૧ મા માનદ ઉચ્ચક વેતન પર નિમણુક પામેલ કર્મચારીઓની નોકરીના સળંગ બે વર્ષ ગણી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપ વા મામલે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં ન આવતા પાલનપુર આઈટીઆઈ ખાતે ટેકનીકલ કર્મચારી ઓએ ગાંધીચીંધ્યા માર્ગે ધરણાં યોજયા
હતા. અને તેમની માંગો સ્વીકારમાં અહીં આવેતો રાજ્યની તમામ આઇ.ટી.આઇના કર્મચારીઓ આગામી ૧૦ સપ્ટેબર ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ધરણા પ્રદર્શન અને ૨૯ સપ્ટેબરના માસ સી.એલ મુકવાની ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.