ડીસા શહેરના કોઈપણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તેની તકેદારી રાખવા સુચના અપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે અને સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાને લઇને ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશીએ ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં પાણી પુરવઠા એન્જિનિયર સહિત પાણીના તમામ બોર ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં ઉભી થતી પાણીની સમસ્યાને દૂર કરવા માટે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ તેમજ પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશી સહિત ચૂંટાયેલા સભ્યો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. બોર ઓપરેટને રેગ્યુલર સમયસર પાણી છોડવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે ઈમરજન્સીમાં પણ લોકોને પીવાનું પાણી પુરું પાડવા માટે તાકીદ કરાઇ હતી. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર બોરની મોટર બળી જવાના કારણો શોધવા માટે ચર્ચા કરાઈ હતી.

શહેરના કોઈપણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તેની તકેદારી રાખવા માટે ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ દ્વારા તમામ બોર ઓપરેટરોને કડક સુચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં પાણીના બોર ઓપરેટર દ્વારા કાયમી નોકરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.