પાલનપુર તાલુકાના દાનાપુરા ગામની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરતા ઈસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા  : સરહદી રેન્જ ભુજ કચ્છ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયાના માર્ગદર્શન હેઠળ તથા આર.આર.સેલ. સરહદી રેન્જ ભુજના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.કે.ઝાલાની રાહબારી સુચના અનુસાર પો.હેડ.કોન્સ. ભુરાજી નાગજીભાઈ, ગીરીશભાઈ રાયગોર, પો.કોન્સ. પ્રકાશ ભાઈ જાેષી, અમરતભાઈ હાથીભાઈ તથા ડ્રા.પો.કોન્સ. બેચરભાઈ અરજણભાઈ મોરી સાથે તા.ર૦/૯/ર૦ર૦ ના પાલનપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમીયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દાનાપુરા ગામમાં આવેલ શંકરજી હેમુજી ઠાકોર જમીનમાં ગે.કા.રીતે ખોદકામ કરી માટી કાઢી પોતાના અંગત ફાયદા સારૂ વેચાણકરે છે જે બાતમી આધારે રેઈડ કરતા એક હિટાચી મશીન, પાંચ ટાટા કંપનીના હાઈવા ડમ્પર જેમાં ડમ્પર નં. જીજે ૦૮ એડી ૦૦ર૪, જીજે ૦૮ એડી ૯૯પપ, જીજ ૦૮ એડી ૯૯૧૧, જીજે ૦૮ વાય ૮પ૩૧, જીજે ૦૮ વાય ૯ર૭૭ તથા ટાટા કંપનીનું હીટાચી મશીન મળી આવ્યા હતા. રેઈડ દરમીયાન તપાસ કરતા જીવણભાઈ કરશનજી ઠાકોર રહે.ઠાકોરવાસ અમીરગઢ, અમરતભાઈ હરચંદભાઈ ઠાકોર રહે.રાવળવાસ દાંતીવાડા, રવીભાઈ ડાયાભાઈ ઠાકોર રહે.જાેગણી માતાના મંદીર પાસે ચીત્રાસણી તા.પાલનપુર ધીરજમલ રાવજીભાઈ ઠાકોર રહે.દેવપુરા તા.પાલનપુર, મુકેશસિંહ શાંતુસિંહ ચૌહાણ રહે.આંત્રોલી તા.પાલનપુર, પૈલાશભાઈ રૂપલાલ પ્રજાપતિ રહે.દેવપુરા તા.પાલનપુર તથા તમામ વાહન માલીક લખનભાઈ છગનભાઈ વણજારા રહે.દેવપુરા પાલનપુરવાળાઓ વિરૂધ્ધમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી અને સ્થળ તપાસણી કરાવી આગળની કાર્યવાહી માટે તમામ મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોપવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.