પોસ્ટઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, ગેરેન્ટી સાથે બમણા થશે પૈસા, મળશે આ ફાયદો

બનાસકાંઠા
બનાસકાંઠા

પોસ્ટ ઓફિસ ગ્રાહકોને અલગ-અલગ પ્રકારની સ્કીમ ઓફર કરે છે. કેટલાક લોકો બચત તો કરવાનું જાણે છે, પરંતુ તેને સાચી જગ્યાએ રોકાણ કરવાની ખબર હોતી નથી. પરિણામે તેમને બચર પર કોઈ વધારાનો ફાયદો મળતો નથી. રોકાણ કરવા માટે માર્કેટમાં આમ તો ઘણા બધા વિકલ્પ હાજર છે, પરંતુ પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં તમને પૈસા ડબલ કરવાની ગેરન્ટી મળે છે.

વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવુ જોખમભર્યુ પણ નથી હોતુ, કારણ કે, આ સરકારા દ્વારા સંચાલિત છે. એવામાં લોકોને પોતાની મેહનતની મોટી કમાણી ડૂબવાની ચિંતા પણ સતાવતી નથી. કિસાન વિકાસ પત્ર એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. જ્યાં એક નક્કી સમયગાળામાં તમારા પૈસા બગણા થઈ જાય છે.

જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકાશે

વર્તમાન સમયમાં આ સ્કીમમાં રોકાણ કરવા પર 124 મહિનામાં પૈસા ડબલ થઈ રહ્યા છે. જેમાં લઘુતમ 1 હજાર રૂપિયા, 5 હજાર રૂપિયા, 10 હજાર રૂપિયા અને 50 હજાર રૂપિયા સુધીના સર્ટિફિકેટ ઓફર કરવામાં આવે છે. કોઈપણ વ્યસ્ક, મહત્તમ 3 વ્યસ્ક મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. 10 વર્ષથી વધુની ઉંમરના નાબાલિગ પણ આ સર્ટિફિકેટને ખરીદી શકે છે.

4 મહિનામાં રૂપિયા થશે બમણા

કિસાન વિકાસ પત્ર પર હાલમાં 6.9 ટકાનું ઈંટ્રેસ્ટ રેટ પણ મળી રહ્યુ છે. જોકે, આ પહેલા આ દર 7.3 થી 7.7 ટકા વર્ષ સુધી પણ રહે છે. ડિસેમ્બર 2019ની ત્રિમાસિકમાં પણ ઈંટ્રેસ્ટ રેટ 7.7 ટકા હતો. જો તમે આ સ્કીમમાં 10 લાખ રૂપિયાની એકમુશ્ત રોકાણ કરે છે તો, મેચ્યોરિટી પર તમને ડબલ પૈસા એટલે કે, 20 લાખ રૂપિયા મળશે. એટલે કે, તમારા આ પૈસા 10 વર્ષ અને 4 મહીનામાં બેગણા થઈ જશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.