પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ અન્ન મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં મિલેટ્સ- અન્ન જાડા ધાન્ય ના ખોરાકમાં મહત્તમ ઉપયોગ અંગે શરુ કરવામાં આવેલા અભિયાનના પગલે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ વર્ષ-2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકેની વૈશ્વિક ઉજવણી માટે ઘોષણા કરી છે. રાજ્ય સરકાર દ્વારા મિલેટ્સ- અન્નના પ્રચાર પ્રસાર અને તેના ગુણકારી ફાયદાઓ વિશે લોકોમાં જાગૃત્તિ પ્રસરાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.સમગ્ર વિશ્વ વર્ષ-2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસઅધિકારી સ્વપનિલ ખરે ના સંયુક્ત માર્ગદર્શન અને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન વાય ગજ્જર ના નેતૃત્વમાં જિલ્લા પંચાયત ખાતે જી-20ની થીમ સાથે જિલ્લા કક્ષાની અન્ન મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.છેવાડાના લોકો સુધી મિલેટ્સના ઉપયોગ અને તેના ખોરાકમાં રહેલા પોષકતત્વો અંગે જાગૃત્તતા ફેલાય અને લોકજીવનમાં રોજિંદા ખોરાકમાં તેનો સમાવેશ થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુવારના પુડા-દલીયા-સુખડી, રાગી ઢોસા, રાજગરાના લોટમાંથી લાડુ, વિવિધ ધાન્યના થેપલા, બાજરીના લાડુ-વડા-થેપલા જેવી વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી. આ વાનગીઓને આધારે નિર્ણાયકો એ પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓ જાહેર કર્યા હતા. કલેક્ટર વરુણકુમાર બરનવાલે આ પ્રસંગે આઈ.સી.ડી.એસ.ની બહેનોને પ્રેરણા આપતા જણાવ્યુ હતુ કે, પૌષ્ટિક તત્વોની દ્રષ્ટિએ મિલેટ્સનું ઘણું મહત્ત્વ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યર ઓફ મિલેટ્સ દ્વારા છેવાડાના વિસ્તાર સુધી ખાસ કરીને બહેનો સુધી વિવિધ અન્ન’ અને તેના ફાયદાઓ વિશે પ્રચાર- પ્રસાર કરવો આવશ્યક છે. આ પ્રસંગે તેમણે ગામડામાં અને શહેરી વિસ્તારમાં બહેનો મિલેટ્સના ફાયદાઓ બાબતે જાગૃત્ત થાય તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવા આંગણવાડી કાર્યકરોને સૂચન કર્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.