અંબાજીના સર્વે નંબર 8 વિસ્તારમાં પાણી જન્ય મચ્છરો નો ઉપદ્રવ,રોગચાળાનો સેવાતો ભય
યાત્રાધામ અંબાજી પવિત્ર નગરી તરીકેની છાપ ધરાવે છે પણ આ છાપ અંબાજી મંદિરને જોડતા મુખ્ય માર્ગ ઉપર જ જોવા મળે છે પણ ખરેખર સાચી પરિસ્થિતિ જોવી હોય તો અંબાજીના અંતરિયાળ વિસ્તારની અચૂક મુલાકાત લેવી પડે,અનેતેમના પણ ખાસ કરીને અંબાજી ના સરવે નબર 8 વિસ્તારના રામ નગર વિસ્તાર માં ગંદકી નો ભારે ઉપદ્રવ થયો છે સર્વે નંબર 8 રામનગર વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર પાણી સતત ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે જીવજંતુઓનો ઉપદ્રવ વધતો જઈ રહ્યો છે ને આ માર્ગ ની આસપાસ રહેતા લોકો નાની મોટી બીમારીથી પીડાતા હોય છે.
અહીં લોકોને ગંદા પાણી માંથી પસાર થવું પડે છે આ લોકો ગંદકી ને લઇ મુશ્કેલીનો સામનો અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગે છે હાલમાં ડબલ ઋતુ ભેગી થતા રોગચાળો
વઘારવાની શક્યતા નકારી શકાતી નથી અને તેમાં પણ હાલ માં તાવ, શરદી ને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ વધે તેં હોઈ વહીવટી તંત્ર અંબાજી ના મુખ્ય માર્ગો સાથે અંતરિયાળ વિસ્તારની ગંદકી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે,
Tags Ambaji epidemic Infestation