દાંતામાં જેતવાસ શાળામાં ચાલુ વરસાદે વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાના જેતવાસ ગામે વરસાદ આવતા શાળાના બાળકો ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. દાંતા તાલુકાના અંબાજી પાસે જેતવાસ ગામમાં આવેલી શાળામાં બાળકો ચાલુ વરસાદે ગરબા ઝૂમતા નજરે પડ્યા હતા. ગામમા આદિવાસી સમાજની વસતી મોટી સંખ્યામાં વસવાટ કરે છે. શાળામાં બાળકીઓ અને બાળકો ગરબે ઘૂમતા અને નાચતાં જોવા મળ્યા હતા. વરસાદ આવતા શાળાના પરિસરમાં બાળકીઓ ગરબે ઘૂમતી હોય એવા સુંદર દૃશ્યો જોવા મળ્યા હતા. દાંતા તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ હવે ધીરે ધીરે વધવા પામ્યું છે. શાળામાં બાળકો અભ્યાસ કરવા માટે પણ પહોંચી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.