બનાસકાંઠા જિલ્લામાં 50 કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અધતન હોસ્પિટલનું ખાતમુર્હત આવતા મહિને થરાદ ખાતે કરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજે થરાદ તાલુકાના ગામડાઓમાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું. ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ તાલુકાના હાંતાવાડા, વાંતડાઉ ,વારા ,ખારાખોડા ,બેવટા સહિતના ગામોમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને તેમને યોજનાકીય લાભો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને અધ્યક્ષના હસ્તે સરકારની પ્રજાલક્ષી યોજનાનો સીધો લાભ આપવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 50 કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અધતન હોસ્પિટલનું ખાતમુર્હત આવતા મહિને થરાદ ખાતે કરાશે.


આ અંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્રસરકાર અને રાજ્યસરકાર છેવાડાના માનવી સુધી કોઈ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ સૌના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ રથ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી દરેક નાગરીકો માટે મોદી સરકારની તમારા ઘર સુધી ગેરંટીવાળી ગાડી આવી છે તો આ રથની યોજનાથી કોઈ વંચિત રહી ન જાય એવી વિનંતી કરી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે બે લાખ રૂપિયા સુધી બીમારી માટે મા કાર્ડ આપ્યુ હતું. ત્યારે ઘણા બધા આરોપ લગાવતા કે આ યોજનાથી રાજ્યની તિજોરી ખાલી થઇ જશે પરંતુ જન સેવા એજ પ્રભુ સેવા થી વરેલા મોદીસાહેબ વડાપ્રધાન બની પૂરા દેશને આયુષ્યમાન કાર્ડ લાવી લાખો ગરીબ લોકોના જીવન સુખમય બનાવ્યા છે.શંકરભાઈ ચૌધરીએ થરાદમાં 50 કરોડના ખર્ચે જિલ્લાની સૌથી મોટી અધતન હોસ્પિટલનું ખાદ મુરત કરાશે જેની જાહેરાત કરી હતી. થરાદ અને આસપાસ વિસ્તાર માટે પાણીની સમસ્યા એ બહુ મોટી સમસ્યા હતી એના નિવારણ માટે રાજ્ય સરકારે 1400 કરોડ જેટલી રકમ આપી છે વધુ થરાદમાં 50 કરોડના ખર્ચ જિલ્લાની સૌથી મોટી અધતન હોસ્પિટલ નું ખાત મુહૂર્ત કરાશે જેવી જાહેરાત કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.