ડીસામાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવનો પ્રારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીમાં ચાર દિવસીય યોગ મહોત્સનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષજી રાઠોડે 600 જેટલા લોકોને સામૂહિક યોગ, ધ્યાન અને પ્રાણાયામના પાઠ શીખવ્યા હતા.લોકોનું શરીર રોગમુક્ત બને અને આનંદમય જીવન બને તેવા ઉમદા હેતુથી આર્ટ ઓફ લિવિંગ પરિવાર, ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે ચાર દિવસીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રથમ દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગગુરૂ શૈલેષજી રાઠોડનું ભવ્ય સ્વાગત કર્યા બાદ તેમણે સરળ અને મસ્તી સાથે યોગની શરૂઆત કરી હતી. જેમાં લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલમાં લોકોમાં તણાવ વધી ગયો છે. યોગ દ્વારા તણાવ દૂર કરી સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકાય છે.


યોગ એટલે જોડવું જેટલા જોડાયેલા રહેશો એટલુ મન ખુશ રહેશે. સમાજ સાથે જોડાયેલા રહેવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. આર્ટ ઓફ લિવિંગ લેવલ-1માં નાના નાના આસનો, નાની-નાની યોગક્રિયા અને ભોજન અંગેની માહિતી આપવામાં આવે છે. આના દ્વારા આપનુ જીવન વધારે સુંદર અને શક્તિશાળી બનાવી શકાય છે. યોગ શરીરને સુદૃઢ બનાવે છે અને મનને એકાગ્ર બનાવે છે. આ યોગ મહોત્સવમા ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.