દિયોદર તાલુકાના વાતમ જૂના ગામે પશુ સારવાર કેન્દ્રોના મકાનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેતી અને પશુપાલન આધારીત બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તારના પશુઓને ઝડપી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગામડે ગામડે પશુ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. આજે દિયોદર તાલુકાના ફોરણા અને વાતમ જૂના ગામે બે પશુ સારવાર કેન્દ્રોના મકાનનું ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે પશુ દવાખાના માટે જમીન આપનાર દાતા પ્રવીણભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વર્ષ-2021-22 માં દિયોદર તાલુકમાં બે પશુ દવાખાના મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં વાતમ જુના ગામે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રૂ. 80.00 લાખનાં ખર્ચે ઓપરેશન થિયેટર, લેબોરેટરી, કોપ્યુટર રૂમ તેમજ પશુઓ માટે અદ્યતન સારવારની સુવિધા સાથેનું દવાખાનું બનાવામાં આવ્યું છે. આ અગાઉ પણ દિયોદર તાલુકામાં બે પશુ દવાખાના દિયોદર અને રૈયા ગામમાં બનાવેલા છે. હવે ફોરણા અને વાતમ જૂના ગામમાં પશુ દવાખાનું બનવાથી આ વિસ્તારના પશુપાલકો અને છેવાડાના ગામોને મળશે.


વાતમ જૂના પશુદવાખાના દ્વારા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અંતર્ગત તમામ પશુઓની નિ:શુલ્ક સારવાર, રસીકરણ, ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાત પશુ દવાખાના દ્વારા સરકારની વિવિધ યોજના અંતર્ગત તાલુકાનાં જુદા-જુદા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમજ તાલુકાના પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થાય તે માટે પશુ દવાખાના દ્વારા તાલુકામાં પશુપાલન શિબિરો તેમજ પશુપાલન વિસ્તરણ ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવે છે.આ ઉપરાત આ પશુ દવાખાના દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પરની સરકારની પશુપાલન ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી તેમજ સંસ્થા લગતી સહાયકારી યોજનાઓનું સંચાલન અને અમલીકરણ તાલુકા પશુ દવાખાના દિયોદરના સંકલનમાં રહીને કરવામાં આવે છે. પશુ સારવાર કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શિવાભાઇ ભૂરીયા, સંયુક્ત પશુપાલન નિયામક ર્ડા. કે. જી. બ્રહ્મક્ષત્રિય, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. ડી. દવે, અગ્રણી ભરતસિંહ વાઘેલા,રમેશભાઈ ચૌધરી, વનરાજસિંહ વાઘેલા, ર્ડા. હસુભાઇ પટેલ, ઉત્તમસિંહ વાઘેલા, ફોરણા સરપંચ નારણજી ઠાકોર, જમીનના દાતા અને ખેડૂત આગેવાન પ્રવીણભાઈ પટેલ, ર્ડા. બી.આર.પટેલ સહિત પશુપાલન વિભાગના ડોકટરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.