પાલનપુરના વાસણા ગામમાં ઝાડ ઉપર થી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના વાસણા ગામમાં ઝાડ ઉપર થી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર તાલુકાના વાસણા(જ) ગામમાં એક યુવકે ખેતરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. બિહારનો યુવક વાસણા -જગાણા રોડ ઉપર આવેલ ફેકટરીમાં મજૂરી કામ કરતો હતો. જેણે અગમ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવકના મૃતદેહને જોઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પાલનપુર તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડયો હતો. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલિસની પ્રાથમીક તપાસ આત્મ હત્યા નું કારણ અકબંધ હોવાનું જાણવા મળ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.