બે દિવસમાં ૧૩ લાખ દસ હજાર ભક્તોએ ઓનલાઇન દર્શન કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : યાત્રાધામ અંબાજી મંદિરમાં ભાદરવી મેળાના ગઈકાલે બીજા દિવસે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.બે દિવસમાં ૧૩ લાખ દસ હજાર ભક્તોએ ઓનલાઇન દર્શન કર્યા છે. અંબાજી મંદિર આરતી તથા મંદિરની હવન શાળામાં ચાલી રહેલ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞના તેમજ ગબ્બર પર્વતના પણ ભાવિક ભક્તોએ ઓનલાઇન કર્યા છે.
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમ-૨૦૨૦ મહોત્સવ પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટરએ યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવીને મંદિર ઉપર ધજા ચડાવીન સાત દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વરસે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.૨૭-૮-૨૦૨૦થી તા.૨-૯-૨૦૨૦સુધીનો છે પરંતું કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ હોવાથી આ સમયગાળા દરમિયાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીનાં દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇવ વેબકાસ્ટિંગની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે-૭.૩૦ વાગ્યાથી દર્શન કરી શકાશે. તા.૨-૯-૨૦૨૦ના રોજ સાંજે-૪.૩૦ વાગે મહાયજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી કરાશે. અંબાજી મંદિરમાં સાદા દિવસો દરમિયાન કેમેરા લઈ જવાની પણ મનાઈ હોય છે ત્યારે હાલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત જ મંદિર ગર્ભગૃહના લાઈવ દર્શન ભક્તો માટે શરૂ કરાયા છે તવો ગનગણાટ જાેવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.