ઉનાળાની કાળજાળ ગરમીમાં અમેરિકાના એક ગૌ પ્રેમીએ પોતાની દિકરીના લગ્નપ્રસંગની અનોખી ઉજવણી કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

અમદાવાદના ખૂબજ ગૌપ્રેમી એવા સુજલભાઈ શાહ અમેરિકાના સિકાગો માં રહે છે અને એમને પોતાની દિકરી અરિહા બહેનના લગ્ન પ્રસંગે એક અનોખી રીતે આપણા બનાસકાંઠાની નિરાધાર ગૌમાતાઓની સેવા કરતી ગૌશાળાઓમાં ગૌમાતાઓને તરબૂચ નો પ્રસાદ આપી લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૂડા, સેકરા, લખાપૂરા,  કમાળી, ભલાસરા, અને ચાંગડા આ 6 ગૌશાળાઓમાં 1450 ગૌમાતાઓને ઉનાળાની કાળજાળ ગરમીમાં તરબૂચનો પ્રસાદ આપવામાં આવ્યો હતો..

ગૌમાતાઓના સેવાના કાર્યમાં મુખ્ય વિશેષ ભૂમિકા ભજવીને ગૌ સેવા નો લાભ લીધો હતો અને સુજલભાઈ શાહે પોતાની દિકરી અરિયાબેનના લગ્ન પ્રસંગની આ એક અનોખી પહેલ કરી દરેક યુવાનોને ખાસ સંદેશો આપ્યો છે કે આપણે આપણો જન્મદિવસ અને લગ્નપ્રસંગ કોઈ પણ આપણા નજીકની ગૌશાળાઓમાં ગૌમાતાઓ અને અબોલ જીવોની સેવા કરીને મનાવવો જોઈએ.. આ સેવાકિય કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ ગૌપ્રેમીઓ, સંતોમહંતો અને માતા બહેનોનો વસંતભાઈ દેસાઈ એ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આ અરિહાબેનને લગ્નજીવનના ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.